
ગુજરાતમાં 65માં ગણતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી સાબરકાંઠામાં થઈ. આજે
હિંમતનગરમાં રાજ્યપાલ કમલા બેનીવાલના હસ્તે ધ્વજવંદન કરાયુ. સવારે નવ
વાગ્યે રાજ્યપાલ ત્રિરંગો ફરકાવીને સલામી ઝીલી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
પણ ઉપસ્થિત રહ્યા. આ સાથે પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો.